વાપીની વિદ્યાર્થીનીઅોઍ ગર્લ્સ હેન્ડબોલમાં ગોલ્ડ જીત્યો
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ગૌરવ લે તેવી ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે. વાપીની શ્રી જૈન યુવક મંડળ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલની અંડર-૧૭ ગર્લ્સ હેન્ડબોલ ટીમે ઈતિહાસ રચી દીધો છે. મધ્યપ્રદેશના દેવાસ-ઉજ્જૈન ખાતે યોજાયેલ વેસ્ટ ઝોન હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં વાપીની દીકરીઓઍ ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ ગર્લ્સ ટીમે આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય. આ સ્પર્ધામાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ૧૬ જેટલી મજબૂત ટીમોઍ ભાગ લીધો હતો. તમામ ટીમોને હરાવીને વાપીની દીકરીઓઍ પોતાની અદભુત ટીમ વર્ક, દ્રઢ નિડ્ઢય અને ખેલદિલીનો પરચો આપ્યો હતો અને લીગ ટેબલમાં ટોપ પર રહી ચેમ્પિયન બની હતી. જેમાં કોચ તરીકે જાગૃતિ લાડ, ધવલ માડિયા અને હાની પટેલ (કેપ્ટન), આસ્થા નેઉપાને, પલક ચોંકર (ગોલ કીપર), આભા શર્મા, તિષા પટેલ, યશ્વી શાહ, યુક્તા શાહ, કૈરવી શાહ, તાન્યા શુક્લા ખેલાડીઅો હતાં. આ જીત સાથે હવે સમગ્ર ટીમની પસંદગી ઘ્ગ્લ્ચ્ નેશનલ્સ માટે થઈ છે, જે વાપી માટે બેવડી ખુશીની વાત છે. આ સિદ્ધિઍ શાળા, વાલીઓ, કોચ અને વાપીનું નામ રોશન કર્યું છે.
