Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

દમણ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ‘રંગોળી રાષ્ટ્ર’ કાર્યક્રમ યોજાયો

દમણ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ‘રંગોળી રાષ્ટ્ર’ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ
દમણ, તા. ૨૧ ઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવા અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્ના છે. જેના ભાગરૂપે નાની દમણ જેટી ખાતે ‘રંગોળી રાષ્ટ્ર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અને ‘રંગોળી રાષ્ટ્ર’ કાર્યક્રમના સંયોજક રૂક્ષ્મણીબેન ભાનુશાળીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલા મોરચાની કાર્યકર્તાઓઍ નાની દમણ જેટી પર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ત્યારબાદ કાર્યકર્તાઓઍ આકર્ષક રંગોળી બનાવી સ્વચ્છતા, સેવા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો. મહિલા કાર્યકર્તાઓ દ્વારા બનાવવામાં આવેલી રંગોળીઍ નાની દમણ જેટી પર આવતા પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. અનેક પ્રવાસીઓઍ રંગોળીની પ્રશંસા કરી તેની સાથે સેલ્ફી લઈને કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. આ પ્રસંગે ભાજપ દમણ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી મીનાક્ષીબેન ટંડેલ, ઉપાધ્યક્ષ મિત્તલબેન માહ્નાવંશી સહિત મહિલા મોરચાના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્ના હતા.