વાપી ઝંડાચોકના ગણપતિ મંડપમાં નવરાત્રીની ઝલક આકર્ષણનું કેન્દ્ર બની
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી શહેરના ઝંડાચોક જુના બસ ડેપો સામે ઝંડા ચોક યુવા મિત્ર મંડળ વાપી દ્વારા ગણપતિ મહોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વર્ષે ગણેશ મંડળના મંડપમાં આગામી દિવસોમાં આવી રહેલા નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વિશેષ થીમ રજૂ કરવામાં આવી છે. મંડપમાં નવરાત્રી દરમિયાન ગરબા રમતા ખેલૈયાઓ તેમજ ગરબાની રમઝટ નિહાળતા પ્રેક્ષકોની આકર્ષક પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. ગણેશોત્સવના મંડપમાં નવરાત્રીની ઝલક જોવા માટે વાપી વિસ્તારના ગણેશ ભક્તો અને મુલાકાતીઓમાં પણ ભારે આકર્ષણ જોવા મળી રહ્નાં છે. વિશેષ સજાવટ સાથે તૈયાર કરાયેલી આ થીમ વાપી પંથકમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
