Damanganga Times.

Damanganga Times.

September 21, 2026

આલીપોરમાંથી દારૂ સાથે ૧ ઝડપાયો

આલીપોરમાંથી દારૂ સાથે ૧ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૨૦ ઃ    બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવસારી ઍલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ચીખલી નજીક આલીપોર ઓવરબ્રિજના ઉત્તર છેડે વોચ રાખતા ઍક શંકાસ્પદ કન્ટેનર નંબર જીજે ૨૭ ટીડી ૦૮૩૮ ને આંતરિને તેની તલાસી લેતા કન્ટેનર માંથી પાસ પરમીટ વિનાનો વિસ્કી, વોડકા તથા ટીન બિયર નંગ ૯૩૧૨ જેની કિંમત રૂપિયા ૨૮.૨૨.૧૬૦ તેમજ ઍક નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૫,૦૦૦ અને રૂ. ૧૦ લાખ નું ટ્રક કન્ટેનર મળી કુલ રૂપિયા ૩૮.૨૭.૧૬૦ નો મુદ્દા માલ કબ્જે કરી કન્ટેનર ચાલક નીરજ રામ મનોહર ત્રિપાઠી હાલ રહે. ભડકમોરા તા. વાપી જી. વલસાડ મૂળ રહે. તુરાં ગામ થાના બડોસા તા.અતાં જી. બંદા યુપી ની ધરપકડ કરી છે 

જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર યાદવ તેમજ અમદાવાદ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમ અને કન્ટેનરના માલિક સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.