Damanganga Times.

Damanganga Times.

September 21, 2026

વાપીમાં ગેટથી બહાર ૩૦૦ ફુટ સુધીની સફાઈ કંપનીઍ પોતે જ કરવી પડશે

વાપીમાં ગેટથી બહાર ૩૦૦ ફુટ સુધીની સફાઈ કંપનીઍ પોતે જ કરવી પડશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ વાપી ઔદ્યોગિક વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરી  દ્વારા ૧૬૦થી વધુ ઔદ્યોગિક ઍકમોને ૫ ક્લસ્ટરમાં વહેંચી ‘સેવા મેરા યોગદાન-૨૦૨૬’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ કંપનીઓઍ પોતાના પરિસરની સાથે ગેટ બહાર ૧૦૦ મીટરના વિસ્તારમાં પણ નિયમિત સ્વચ્છતા જાળવવી પડશે.સફાઈ કામગીરીનો રિપોર્ટ તૈયાર કરી તેનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. ગેટ બહાર કચરો, પ્લાસ્ટિક કે ગંદકી જોવા મળશે તો સંબંધિત ઍકમ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વારંવાર નિયમોનો ભંગ કરનાર કંપનીઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે.

અભિયાન અંતર્ગત કચરાનું યોગ્ય સેગ્રિગેશન અને નિકાલ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા કાપડની થેલીઓનું વિતરણ તથા કંપનીના મુખ્ય ગેટ પર જાગૃતિ માટે પોસ્ટર-બેનરો લગાવવામાં આવ્યા છે. શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને પણ પ્લાસ્ટિકમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જીપીસીબીની આ પહેલથી ઔદ્યોગિક વિસ્તારની સ્વચ્છતા સુધરવાની અપેક્ષા વાપી કચેરીના આર ઓ ઍ જી પટેલ અને તેમની ટીમ જેવી રહી છે. જોકે અભિયાનને કાયમી સફળ બનાવવા માટે કંપનીઓ અને ઔદ્યોગિક સંગઠનોની સતત ભાગીદારી જરૂરી બનશે. તો જ વાપી સ્વચ્છ વાપી સુંદર વાપી બની રહેશે.