Damanganga Times.

Damanganga Times.

September 21, 2026

છીરીની દીકરી કરીના કોલતેઍ આંતરરાષ્ટ્રીય સ્તરે તિરંગો લહેરાવ્યો

છીરીની દીકરી કરીના કોલતેઍ આંતરરાષ્ટ્રીય સ્તરે તિરંગો લહેરાવ્યો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ વાપીના છીરી રણછોડનગર વિસ્તારમાં રહેતી પ્રતિભાશાળી દીકરી કરીના કલ્પેશ કોલતેઍ ગ્રેપ્લિંગ (ષ્શ્વફૂસ્ન્દ્દશ્રજ્ઞ્િઁં) ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરચો આપી પરિવાર, વાપી અને સમગ્ર ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે.

કરીનાઍ તુર્કીના ઇસ્તંબુલ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ગ્રેપ્લિંગ ચેમ્પિયનશિપમાં ૬૪ કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ભારતનો તિરંગો લહેરાવ્યો છે. 

આ સિદ્ધિ સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર મેડલ સુધીની સફરમાં પોતાની મહેનત અને પ્રતિભાની સાબિતી આપી છે.

નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચીને મેડલ જીતવો ઍ સ્થાનિક રમતપ્રેમીઓ માટે ગૌરવની બાબત બની છે. છીરી જેવા નાના વિસ્તારમાંથી આવીને વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કરવું ઍ ખરેખર પ્રેરણાદાયી છે.

ઉલ્લેખનીય છે કે કરીનાની આંતરરાષ્ટ્રીય સફર વર્ષ ૨૦૨૫માં થાઈલેન્ડ ખાતે યોજાયેલ ખ્સ્ન્ર્જ્ઞ્ીઁ ્રૂ બ્ણૂર્ફૂઁર્જ્ઞ્ી ર્ઞ્શ્વીષ્ટષ્ટશ્રજ્ઞ્િઁં ઘ્ર્ત્ર્ીષ્ટજ્ઞ્ંઁસ્ન્ત્ર્જ્ઞ્ષ્ટ થી શરૂ થઈ હતી, જ્યાં તેને પ્રથમ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. ત્યારથી સતત મહેનત, કઠોર પરિશ્રમ અને કોચના માર્ગદર્શન હેઠળ તેણે આ મુકામ હાંસલ કર્યો છે.

તેની આ સફળતાથી વાપી પંથકમાં ખુશીનો માહોલ છે અને યુવા ખેલાડીઓને પણ પ્રેરણા મળશે.