Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

ડુંગરામાં હજારો દીપ પ્રગટાવાયા

ડુંગરામાં હજારો દીપ પ્રગટાવાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે વાપી મહાનગરપાલિકાના ડુંગરા ખાતે આવેલા બુલેટ ટ્રેન સ્ટેશન નજીક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સાંજે ૭ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવી વડા-ધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ભાજપ અગ્રણી તથા ઉમરગામ ભાજપ સંગઠનના પ્રભારી પરેશભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના માજી પ્રમુખ પંકજભાઈ પટેલ, નિલેશભાઈ રાઠોડ, પ્રકાશભાઈ તંબોલી, વાપી શહેર ભાજપ સંગઠનના મહામંત્રી હાર્દિકભાઈ પટેલ, દર્પણભાઈ પટેલ, સુમિતભાઈ દેસાઈ, મહેશભાઈ પટેલ તેમજ નાથુભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. દીપ પ્રાગટ્ય કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓઍ ઉત્સાહભેર  ઉજવણી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.