દમણમાં કિશોરીઅો માટે કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૮ ઃ -ધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા ‘૨૫ વર્ષ સેવા’ અભિયાન અંતર્ગત દમણમાં કિશોરીઓના આરોગ્ય અને કેન્સર નિવારણને લઈને ણ્ભ્સ્ રસીકરણ તથા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પ્રશાસન દ્વારા ગૌતમ બુદ્ધ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંઘ પ્રદેશોના પ્રશાસક પ્રફુલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે ૧૪ વર્ષની વયની કિશોરીઓને હ્નામન પેપિલોમાવાયરસ (ણ્ભ્સ્)ની રસી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય નિષ્ણાતોઍ કિશોરીઓને ણ્ભ્સ્ સંક્રમણ, સર્વાઇકલ કેન્સરથી બચાવ, ણ્ભ્સ્ રસીકરણનું મહત્વ તેમજ કેન્સરથી બચવા માટેની સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કિશોરીઓને સમયસર રસીકરણ કરાવવા અને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા માટે પ્રેરિત કરવામાં આવી હતી.‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ જનસેવા અને આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્નાં છે.
