Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

કલગામ હનુમાન મંદિરે ‘આશીર્વાદના દીવડા’નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

કલગામ હનુમાન મંદિરે ‘આશીર્વાદના દીવડા’નો ભવ્ય કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૮ ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઉમરગામ તાલુકાના પ્રસિદ્ધ રાયણીવાલા હનુમાન મંદિર ખાતે ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી મહારાજના પાવન સાનિધ્યમાં દીવડા પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને યશસ્વી જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નિરવ શાહ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, વલસાડ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શૈલેષભાઈ સહિત તાલુકા, શહેર અને જિલ્લા ભાજપના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નગરજનો અને ભક્તો ઉપસ્થિત રહ્ના હતા.
શ્રી રાયણીવાલા હનુમાન મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે દીવડા પ્રગટાવી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌઍ હનુમાનજી મહારાજના આશીર્વાદ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય અને દેશની સેવા માટે તેમને શક્તિ પ્રા થાય તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાતા સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ અને ઉત્સાહના માહોલથી છલકાઈ ઉઠ્યું હતું. ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને ધાર્મિક અને સેવાભાવના માહોલ સાથે ઉજવવામાં આવ્યો હતો.