Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

પારડીમાં યજ્ઞ અને રકતદાન શિબિર યોજાઈ

પારડીમાં યજ્ઞ અને રકતદાન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૮ ઃ પારડી ગજાનંદ રેસીડેન્સીમાં આવેલ પવિત્ર જગન્નાથજી સુભદ્રા માતા બલરામજી મહારાજના મંદિરમાં આજરોજ સુદર્શન ચક્ર યજ્ઞ અને રક્તદાન કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ અને ઍમના ધર્મ પત્ની અનિતાબેન  પટેલ ઍમના દીકરા બોની પટેલ સહિત પરિવારજનો અને શહેરીજનો ભેગા મળીને સુદર્શન ચક્ર યજ્ઞ કર્યો હતો અને ગણપતિ બાપા સહિત તમામ દેવી-દેવતાઓનું પૂજન કર્યું હતું સાથે ભગવાનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આયુષ્ય લાંબુ થાય અને લોકો ને વધુ સેવાનો લાભ મળી શકે દેશના લોકો સુખી થાય સમૃદ્ધિ મળે દેશના લોકો આગળ વધે પ્રગતિ થાય ઍવી પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો જે કેમ્પમાં વિશાળ સંખ્યામાં યુવાનો ભાઈ બહેનોઍ રક્તદાન કર્યો હતો  જેમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલ સહિત જિ.પં. સદસ્ય, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિત વિશાળ સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્નાં હતાં.