Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

વાપીના બે વિદ્યાર્થીઅોઍ IIT માં પ્રવેશ મેળવ્યો

વાપીના બે વિદ્યાર્થીઅોઍ  IIT માં પ્રવેશ મેળવ્યો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપીની વાપીની, શ્રી ઍલ.જી.હરિયા મલ્ટીપર્પઝ હરિયા સ્કૂલના વિદ્યાર્થીર્અોની ૨૦૨૬ના બેચમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માસ્ટર મિશાલ રાય. અને  વૈંકટેસ પગારે ઍમની ઉત્તમ સિદ્ધિઓ પ્રા કરી છે. મિશાલ રાયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઍન્ડ ડેટા ઍન્જિનિયરિંગમાં અને વૈંકટેસ પગારે ડેટા સાયન્સ  ઍનાલિસ્ટિક્સમાં આઇઆઇટી ખાતે પ્રવેશ મેળવ્યો છે. તેમની આ સફળતા ઍ તેમના માતા-પિતા અને સમગ્ર હરિયા પરિવારને ગૌરવની અનુભૂતિ કરાવી છે.
 આ બંને વિદ્યાર્થીઅોની સિદ્ધિ બિરદારવતાં કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન ઍ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની  પોલ તથા સ્ટાફ તરફથી અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા હતાં.