વલસાડની જર્જરીત જેટી પર પ્રેવશબંધી
- byDamanganga Times
- 19 September, 2026
(દમપણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડના ઔરંગા બંદર પરની જેટી અત્યંત બિસ્માર અને જોખમી બની જતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખીને સમગ્ર જેટી વિસ્તારમાં પ્રવેશ તેમજ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પર તાત્કાલિક અસરથી સખત પ્રતિબંધની નોટિસ લગાવવામાં આવતા ગણેશ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી છે.
હવે ગણેશ વિસર્જન માટે જેટીનો રસ્તો ખોલવામાં આવશે કે પછી કાયમ માટે બંધ કરવામાં આવશે. વલસાડ શહેર ના ઔરંગા બંદર પર વર્ષો જૂની જેટી આવેલી છે આ જેટી પર દર વર્ષે વિસર્જન માટે જતી નાની મોટી ગણપતિ બાપાની મૂર્તિનું ક્રેન તેમજ ફાયર બ્રિગેડની ટીમ મારફતે ઔરંગા નદીના પાણીમાં બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ઓરંગા બંદર રોડ પરની આવેલી જેપી વર્ષોથી જર્જરિત હાલતમાં છે. જે જેટી પર પડેલા ખાડા માજી પ્રમુખ રાજુ મરચા તેમજ ગણેશ મંડળોઍ તમે કરેલી રજૂઆતના પગલે રીપેરીંગ કરવામાં આવ્યો હતા.
ત્યારે ઔરંગા નદીના જેટી પર લોકોની અવરજવર બંદર અધિકારી સુરત દ્વારા સ્થળ પર લાલ આંખ કરતી ચેતવણી બોર્ડ લગાવવામાં આવી છે. તંત્રઍ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જેટી પર જવું જીવલેણ સાબિત થઈ શકે છે, જેથી માછીમારો, સહેલાણીઓ કે સ્થાનિક નાગરિકોઍ ત્યાં જવાનું ટાળવું, જર્જરિત જેટી પર સામાન્ય નાગરિકો કે શ્રમિકોના પ્રવેશ તેમજ કોઈપણ વ્યાપારી કે સ્થાનિક પ્રવૃત્તિ પર સદંતર રોક, ચેતવણી છતાં જો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરના કડક પગલાં લેવાશે.નોટિસની અવગણના કરીને જેટી પર જનાર સાથે જો કોઈ અકસ્માત કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે વ્યક્તિની રહેશે. વહીવટી તંત્ર કોઈપણ સંજોગોમાં જવાબદાર રહેશે નહીં.
તંત્ર દ્વારા જાહેર જનતાને પોતાની સલામતી ખાતર નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને જોખમી જેટીથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.
નોટિસ લગાવવામાં આવતા ગણેશ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી છે.
હવે ગણેશ વિસર્જન માટે જેટીનો રસ્તો ખોલવામાં આવશે કે પછી કાયમ માટે બંધ કરવામાં આવશે.
