ઉમરગામમાં મોડી રાતે ગોઝારો અકસ્માત : ૩ના મોત
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૮ ઃ ઉમરગામ તાલુકાના સંજાણ-ભીલાડ માર્ગ પર ગુરુવારે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાપીથી ઉમરગામ તરફ આવી રહેલી ઍક સ્વિફટ કાર બેકાબૂ બનીને રસ્તા નજીકના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ યુવકોમાંથી ત્રણના મોત થયા છે, જ્યારે બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેથી તેઓને હોસ્ટિપટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ક્રેઇન અને કટરની મદદથી કારમાં ફસાયેલા યુવકોને બહાર કઢાયા આ પાંચેય યુવકો ઉમરગામથી ભીલાડ હાઈવે પરની હોટલમાં જમવા ગયા હતા. જ્યાંથી પરત ઉમરગામ આવી રહ્ના હતા. તે દરમિયાન કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર ઍટલી જોરદાર હતી કે, ગાડીના ફુરચે ફૂરચા ઉડી ગયા હતા. ઘટના ની જાણ થતાં જ ઉમરગામ ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું. ક્રેઇન અને કટરની મદદથી કારના પતરા કાપીને મૃતકો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ યુવકો ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ઈજાગ્રસ્ત બિક્રમ સંપત સિંહને વલસાડ સિવિલમાં જ્યારે જલમ મધ સિંહને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ તમામ યુવકો ઉમરગામની અલગ અલગ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. મૃતક ત્રણેય યુવકો ઉત્તરપ્રદેશના રહેવાસી અકસ્માતને કારણે માર્ગ પર લોકોના ટોળાં ભેગા થયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક ત્રણેય યુવકો ઉત્તરપ્રદેશના રહેવાસી હતા. જોકે, મૃતકોની ઓળખ તથા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
