Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

આજે ખેરગામમાં દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ થશે

આજે ખેરગામમાં દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ થશે


ખેરગામ, તા.૧૮ ઃ ખેરગામ કુમાર શાળામા દિવ્યાંગ - વરિષ્ઠ નાગરિકોને જરૂરિયાત મુજબ વ્હીલચેર, ટ્રાઇસાઈકલ, કૃત્રિમ અંગ અને શ્રવણયંત્ર વૉકર, સ્ટિક-લાકડી, કાખઘોડી અને ઢીંચણ સહાયક સહિતના સાધનોનું વિનામૂલ્યે યોગ્યતા આધારે વિતરણ કરવા યોગ્યતાની તપાસ ખરાઈ કરવામાં આવી હતી.
ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા વયોશ્રી યોજના-દિવ્યાંગજનો વરિષ્ઠો માટે સહાયક ઉપકરણ યોજના જે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ તથા જિલ્લા વહિવટી તંત્ર, નવસારીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણો આપવા માટે ખેરગામ તા.માંથી જરૂરીયાતમંદ પસંદગી પામેલા ૨૩૨ વયોવૃદ્ધ- ૭૫ દિવ્યાંગજનને  આજે  શનિવારે સવારે ૯ૅં૦૦ વાગ્યાથી સાંજના પાંચ સુધી મામલતદાર સેવા સદનના ભોંય તળિયે વિતરણ કરવામાં આવશે. કુલ ૩૦૭ લાભાર્થીઓમા સૌથી વધુ ખેરગામના ૧૨૮ અને વાડના ૩૨ વ્યક્તિ સહિત તમામને  જાણ કરવામાં આવેલ છે  ઍમ મામલતદાર વિજય પટેલ દ્વારા જણાવાયું છે.