ધરમપુરમાં વીજ કરંટ લાગતાં મહિલાનું મોત
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૮ ઃ ધરમપુર પોલીસ મથકે કરાયેલ જાણ અનુસાર ધરમપુરના કુંભારવાડ ફળિયામાં વીજ કરંટ લાગતાં ૫૭ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.
પ્રા માહિતી મુજબ, શાંતિબેન શંકરભાઈ વેસ્તાભાઈ કુંકણા (ગાંવિત), ઉંમર ૫૭ વર્ષ, રહે. કુંભારવાડ ફળિયું,આજરોજ સવારે આશરે ૬ઃ૩૦ વાગ્યે પોતાના ઘરના પાછળના પેઝારીના ભાગે ગયા હતા. દરમિયાન ત્યાં આવેલી લોખંડની ઍંગલમાં કોઈ કારણસર વીજ કરંટ પ્રવાહિત થતાં શાંતિબેનને વીજ કરંટ લાગ્યો હતો.
કરંટ લાગ્યા બાદ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.
