Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

પારડી પાલિકા વિસ્તારનાં જર્જરિત મિલ્કત અંગે નોટીશ અપાઈ

પારડી પાલિકા વિસ્તારનાં જર્જરિત મિલ્કત અંગે નોટીશ અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૧૮ ઃ પારડી નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં ૧ થી ૭માં આવેલ જર્જરિત મિલકત અંગે મિલકતધારકોને પારડી નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી છે પારડી પાલિકાના વેરા વિભાગ ઍ આપેલી નોટિસમાં જાહેર જનતાને જાણ કરવામાં આવી છે કે જે મિલકતો જર્જરિત, ખંડેર અથવા તેવી તમામ મિલકતોના મિલકતધારકોઍ નગરપાલિકાના નિયમોનુસાર બાકી રહેલા મિલકત વેરો તાત્કાલિક ભરપાઈ કરવા તાજવીજ હાથ ધરવી અને  સંબંધિત તમામ મિલકતધારકોને આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયાના દિવસથી દિન-૧૦ દસ માં નગરપાલિકાનો બાકી મિલકત વેરો તથા લાગુ પડતી અન્ય રકમની ભરપાઈ કરી દેવા જણાવવામાં આવે છે. નિયત સમયમર્યાદામાં વેરાની ભરપાઈ કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા લાગુ પડતા નિયમો અને જોગવાઈઓ અનુસાર સંબંધિત મિલકતની આકારણી રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા જરૂરી જણાય તો મિલકત પર વધારાના વેરાનો બોજો લાદવાની કાર્યવાહી પણ કરવામાં આવશે આ ઉપરાંત વેરાની બાકી રકમની વસૂલાત માટે નગરપાલિકાના નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મિલકતધારકની રહેશે આથી વોર્ડ નં. ૧ થી ૭ ના તમામ સંબંધિત મિલકતધારકોને અનુરોધ કરવામાં આવે છે કે, કોઇપણ પ્રકારની કાર્યવાહી ટાળવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનો બાકી મિલકત વેરો ભરી નગરપાલિકાને સહકાર આપે ઍવી અપીલ કરવામાં આવી છે.