પારડીના બાલાખાડીના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં રકતદાન કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 18 September, 2026
પારડી, તા. ૧૭ ઃ પારડી બાલાખાડીના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પારડી શહેર દ્વારા આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્ત ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં આ વિસ્તારના યુવાનોઍ રક્તદાન કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. અહીં બાલાખાડી ના રાજા ઍટલે કે શ્રી ગણેશ ભગવાનના પ્રતિમા પાસે વહેલી સવારથી માનવ સેવા આરોગ્ય કેન્દ્ર બ્લડ બેન્કના કાર્યકર્તા સંજયભાઈ બારીયા અશોકભાઈ ક્રિષ્નાની અજયભાઈ અને ડોક્ટરની ટીમ આવી પહોંચી હતી વહેલી સવારથી મંડળના કાર્યકર્તા શાહીનભાઈ પટેલ રાજેશભાઈ પટેલ સતિષભાઈ ચૌહાણ રમેશભાઈ પટેલ પંકજભાઈ પટેલ જેસીંગભાઇ ભરવાડ આવી પહોંચ્યા હતા સર્વપ્રથમ રીટાબેન રાજેશભાઈ પટેલ તેઓઍ રક્તદાન કર્યો હતો ત્યારબાદ તેજસભાઈ પટેલ નિમેષભાઈ પટેલ વગેરે વિશાળ સંખ્યામાં યુવાનોઍ રક્તદાન કર્યો હતો.
