વાપીમાં દૈવજ્ઞ સમાજનો શ્રાવણી પૂજાનો કાર્યક્રમ યોજાશે
- byDamanganga Times
- 18 September, 2026
વાપી, તા. ૧૭ ઃ વાપી પરગણાંના સમસ્ત દૈવજ્ઞ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વાનુમતે શ્રાવણી પૂજાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તા. ૨૦/૦૯/૨૦૨૬, રવિવાર, ભાદરવા સુદ ૮ ના રોજ સવારે શ્રી રંગ દૈવજ્ઞ ભવન ખાતે સવારે ૭.૩૦ કલાકે દેહશુદ્ધિની વિધિ કરવામાં આવશે. દેહશુદ્ધિમાં બેસનાર તમામ બાંધવોઍ ટૂંકા બરમુડામાં બેસવું નહીં અને તેમના માટે ફરાળની વ્યવસ્થા કરાઈ છે. સવારે ૧૦ વાગ્યાથી વામન દ્વાદશી (શ્રાવણી) ની મુખ્ય પૂજા શરૂ થશે, જેમાં બેસનારાઍ પિતાંબર પહેરવાનું રહેશે. બપોરે ૧ વાગ્યે બ્રહ્મભોજનનું આયોજન છે.
સમાજના વડીલોને અપીલ કરાઈ છે કે નવી પેઢીના જનોઈધારી બાળકોને આગ્રહપૂર્વક સાથે બેસાડે.
