Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

વાપીની જનસેવા હોસ્પિટલને રૂ. ૨૧.૧૨ લાખની સીઍસઆર સહાય

વાપીની જનસેવા હોસ્પિટલને રૂ. ૨૧.૧૨ લાખની સીઍસઆર સહાય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલ ખાતે ઓરોરિયમ ઈન્ડિયા પ્રા. લિ. દ્વારા સીઍસઆર પહેલ અંતર્ગત હોસ્પિટલને વિવિધ જરૂરી તબીબી સાધનો અર્પણ કરવા માટે હેન્ડિંગ ઓવર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઓરોરિયમ ઈન્ડિયા પ્રા. લિ. તરફથી અબુબકર, ધારા,  સુધા પ્રજાપતિ, તબસ્સુમ,  કેતનભાઈ, જયેશભાઈ, યોગેશભાઈ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા. આ વર્ષે ઓરોરિયમ ઈન્ડિયા પ્રા. લિ. દ્વારા શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલને આશરે ૨૧.૧૨ લાખની સીઍસઆર સહાય આપવામાં આવી છે. આ સહાય અંતર્ગત ડાયાલિસિસ મશીનો, ર્બથિંગ બેડ, લેસર થેરાપી સાધન, ઍસીટી મશીન તથા અન્ય જરૂરી તબીબી સાધનો હોસ્પિટલને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ તબીબી સાધનોના ઉમેરાથી હોસ્પિટલની આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે અને જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સારી તથા સુવિધાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. 

આ પ્રસંગે જનસેવા મંડળના  હેમંતભાઈ દેસાઈ,  શ્રેયસ મેડિકેરના પ્રમુખ નિમિષભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી સુરેખ દેસાઈ તેમજ ટ્રસ્ટીઓ  યતિનભાઈ શાહ, રાજીવ શાહ,  વિનયભાઈ દેસાઈ, મુકેશભાઈ ભાટેલા, કિરણભાઈ દેસાઈ, દીપક અગ્રવાલ સહિત હોસ્પિટલ મેનેજમેન્ટના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.

હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓરોરિયમ ઈન્ડિયા પ્રા. લિ. અને તેમની સમગ્ર ટીમનો છેલ્લા ઘણા વર્ષોથી મળતા સતત અને અમૂલ્ય સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઓરોરિયમ ઈન્ડિયા પ્રા. લિ. દ્વારા કરવામાં આવતી સીઍસઆર પ્રવૃત્તિઓ આરોગ્ય ક્ષેત્રે સમાજના જરૂરિયાતમંદ વર્ગ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ સહયોગના પરિણામે હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થઈ રહ્ના છે અને વધુમાં વધુ દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદ મળી રહી છે. શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલના પ્રતિનિધિઓઍ આશા વ્યક્ત કરી હતી કે ઓરોરિયમ ઈન્ડિયા પ્રા. લિ. અને શ્રીયસ મેડિકેર વચ્ચેનો આ સુંદર સહયોગ અને સેવાભાવી સંબંધ ભવિષ્યમાં પણ સતત આગળ વધતો રહેશે. 

હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓરોરિયમ ઈન્ડિયા પ્રા. લિ.ની ઉદારતા, વિશ્વાસ અને સતત સહયોગ બદલ હાર્દિક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.