વાપી આર.કે. દેસાઈ કેમ્પસમાં ઍમ.બી.ઍ. કોલેજનું ઉદ્દઘાટન
- byDamanganga Times
- 18 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૭ ઃ આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં ઍમ. બી. ઍ. કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોઍ નવી શૈક્ષણિક સંસ્થાની શરૂઆતને આવકારતાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન, નેતૃત્વ કૌશલ્ય અને વ્યવસ્થાપન ક્ષેત્રે નવી તકો પ્રા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ તથા કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. શીતલ ગાંધી સરઍ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં મેનેજમેન્ટ શિક્ષણનું વિશેષ મહત્વ છે. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ, સંચાર કૌશલ્ય તથા નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવી સમયની માંગ છે. આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં ઍમ. બી. ઍ. કોલેજ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણઍ દ્વારા ઉપસ્થિત મહેમાનો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રા. અભિષેક પટેલે કર્યુ હતું. સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા કેમ્પસડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહઍ અભિનંદન પાઠવ્યા હતા.
