રાતાની સારસ્વત સ્કૂલના ફાઉન્ડર અપૂર્વ પાઠકનું નિધન
- byDamanganga Times
- 18 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપીના રાતા ખાતે આવેલી સારસ્વત ઇન્ટરનેશનલ ઍકેડમી સ્કૂલના ફાઉન્ડર અપૂર્વ કિશોરભાઈ પાઠકનું આકસ્મિક નિધન થયું છે. તેમની ઉંમર ૫૮ વર્ષની હતી. પ્રા માહિતી મુજબ તા. ૧૬-૦૯-૨૦૨૬ના રોજ મોડી રાત્રે તેમનું દુઃખદ અવસાન થયાના સમાચાર સવારે જણાતાં વલસાડ જિલ્લાના શિક્ષણ જગત અને તેમની સાથે સંકળાયેલા સ્નેહીઓ, વિધાર્થીઓ, વાલીઓ અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. તેઅો વલસાડ જિલ્લાના શિક્ષણ જગતમાં મહત્વનું અને લોકપ્રિય સ્થાન ધરાવતા હતાં. વલસાડ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તેઅો પાયાના સ્થાપક પૈકીના હતાં. તથા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ પણ હતાં. તેઅો રાતાની સારસ્વત ઈન્ટરનેશનલ ઍકેડમીક સ્કુલ ઉપરાંત મગોદની વેદાંત મલ્ટીપર્પઝ સ્કુલ સાથે પણ સંકળાયેલા હતાં. તેઓ વિદ્યાર્થી પ્રિય, શિક્ષણપ્રેમી, હસમુખા અને મિલનસાર અને પરગજુ સ્વભાવ ધરાવતા હતાં. અત્રે નોîધનીય છે કે અપૂર્વ પાઠક દમણગંગા ટાઈમ્સ દૈનિકની જાણીતી કોલમ કેરિયર ટ્રેકના પણ લેખક હતાં. સદ્ગતની અંતિમયાત્રા તા. ૧૮-૦૯-૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે તેમના ગોકુલવિહાર ટાઉનશીપના સરિતા રોહાઉસ ખાતેના નિવાસ સ્થાનેથી વાપી જીઆઈડીસી સ્થિત દમણગંગા મુક્તિધામ સ્મશાન ખાતે જશે.
