સંજાણમાં ૪૦ ગણેશ પંડાલોની મુલાકાત લઈ આરતી પુસ્તિકાનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 18 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૭ ઃ ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી જય અંબે નવયુવક મંડળ–સંજાણના કાર્યકર્તાઓ દ્વારા સંજાણ ગામના વિવિધ વિસ્તારોમાં આવેલા આશરે ૪૦ જેટલા સાર્વજનિક ગણેશ પંડાલોની મુલાકાત લેવામાં આવી હતી.
આ દરમિયાન ગણેશજીના દર્શન કરી આરતીમાં સહભાગી બન્યા હતાં. મંડળના માધ્યમથી મહારાજ સુનિલભાઈ તિવારીજી દ્વારા તૈયાર કરવામાં આવેલી ગણેશજીની આરતી સંગ્રહ પુસ્તિકાનું શ્રી જય અંબે નવયુવક મંડળ અને જય અંબે મહિલા મંડળ દ્વારા સામૂહિક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ પિન્કુભાઈ યાદવે જણાવ્યું હતું કે સંજાણના આંતરિયાળ વિસ્તારોમાં યોજાતા ગણેશ મહોત્સવના પંડાલોમાં આરતીની પુસ્તિકા ખૂબ જ ઉપયોગી બની રહે છે. આ હેતુથી મંડળ દ્વારા આશરે ૩૦૦ જેટલી આરતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક ઍકતા અને ભક્તિભાવને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસને ગણેશ મંડળો અને ભક્તો દ્વારા આવકારવામાં આવ્યો હતો.
