સંજાણમાં રોટરી કલબ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 18 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૭ ઃ દિલખુશ વેલફેર સોસાયટી સંચાલિત પ્ફૂઁર્દ્દીશ્રશ્રક્ક ર્ણ્ીઁફુર્જ્ઞ્ણૂષ્ટષ્ટફૂફુ ખ્ફુ્યશ્રદ્દસ્ન્ માટેના સંજાણ હોમ, સંજાણ ખાતે રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના શનિવારે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન સંજાણ હોમમાં રહેતા લાભાર્થીઓનું ઘ્ગ્ઘ્, ચ્ઘ્ઞ્, વિઝન ટેસ્ટ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોગ્યની નિયમિત તપાસના હેતુથી યોજાયેલા આ કેમ્પનો લાભ સંજાણ હોમના રહેવાસીઓને મળ્યો હતો. આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન રોટરી ક્લબ ઓફ સરીગામના પ્રમુખ રો. રેશમા રાવ તથા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે ઍન.આર. અગ્રવાલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ઓફ સરીગામની આ આરોગ્યલક્ષી પહેલને સંજાણ હોમના સંચાલકો તથા લાભાર્થીઓ દ્વારા આવકારવામાં આવી હતી.
