વાપીના જે-ટાઈપ બ્રિજનું સ્પાન ચડાવવાની તૈયારી
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપીના બહુચર્ચિત જે-ટાઈપ બ્રિજના રેલવે ટ્રેક ઉપર સ્પાન બેસાડવાનું કામ ભવાની તૈયારીમાં શરૂ કરાયું છે.
રેલવે વિભાગ દ્વારા બ્લોકની તૈયારી કરાઈ રહી છે. આ માટે મોટી ક્રેઈન અને ગર્ડર જે-ટાઈપ રોડ પર ગોઠવી દેવાયા છે. આજ કાલમાં રેલવે તરફથી બ્લોક મળતા જ સ્પાન ચડાવવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી આ બ્રિજનું કામ અટકેલું હતું, જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સ્પાન બેસી જતા બ્રિજનું કામ ઝડપી બનશે અને વાપી પૂર્વ-પડ્ઢિમને જોડતો આ મહત્વનો બ્રિજ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે.
