સેલવાસમાં પર્યુષણ પર્વ નિમિત્તે શોભાયાત્રા
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૬ ઃ દાદરા અને નગર હવેલીમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા સેલવાસમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ સાથે વરિષ્ઠ સભ્યો પણ જોડાયા હતા.શોભાયાત્રાનો પ્રારંભ સેલવાસ ઍસટી ડેપોની બાજુમાં આવેલા જૈન દેરાસર ખાતેથી થયો હતો. વિવિધ માર્ગો અને વિસ્તારોમાંથી પસાર થયા બાદ શોભાયાત્રા પરત જૈન દેરાસર ખાતે પહોંચી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહારાજનું પ્રવચન યોજાયું હતું.પર્યુષણ પર્વ દરમિયાન અઠ્ઠાઈના ઉપવાસ કરનારા શ્રાવક-શ્રાવિકાઓના પારણાની વિધિ પણ કરાવવામાં આવી હતી.તથા ઍકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ’ કહીને પરસ્પર ક્ષમા માંગવામાં આવી હતી.
