Damanganga Times.

Damanganga Times.

September 17, 2026

વલસાડમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ

વલસાડમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ જૈન ધર્મના પવિત્ર મહાપર્વ પર્યુષણની પૂર્ણાહુતિ અને સંવત્સરી ક્ષમાપના પર્વ બાદ વલસાડ ખાતે તપસ્વીઓના સન્માન અને અનુમોદના અર્થે ઍક ભવ્ય શોભાયાત્રા (વરઘોડો)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે સમગ્ર વલસાડ શહેર ભક્તિના રંગે રંગાઈ જૈનમય બન્યું હતું અને શોભાયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર જય જિનેન્દ્ર અને તપસ્વીઓના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું જૈન અગ્રણી વિમલભાઈ શાહે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ વર્ષે વર્ધમાન તપ અને પર્યુષણ પર્વ દરમિયાન કુલ ૪૮ જેટલા તપસ્વીઓઍ અઠ્ઠાઈ (૮ દિવસ), ૧૧ દિવસ, સોળભત્તુ (૧૬ દિવસ) અને માસક્ષમણ (૩૦ દિવસ) જેવી કઠોર ઉપવાસ-સાધના કરી છે. આ ઉપરાંત, વલસાડમાં છેલ્લા ૬ મહિનાથી ૨૮૫ જેટલા આરાધકો ૧૫ મહિનાની અત્યંત કઠિન ગણાતી વર્ષીતપની તપડ્ઢર્યા કરી રહ્ના છે. આ તમામ તપસ્વીઓની ભાવપૂર્વક અનુમોદના કરવા માટે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા જ્યારે શહેરના આઝાદ ચોક ખાતે પહોંચી જયાં આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ અને પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીઍ પ્રાસંગિક વકતવ્યો આપ્યા હતાં. આ શોભાયાત્રા દરમ્યાન  ભાજપના અગ્રણીઅો અને પાલિકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતાં.