Damanganga Times.

Damanganga Times.

September 17, 2026

આજે વાપીમાં ૧૫ હજાર દિવડાની મહાઆરતી

આજે વાપીમાં ૧૫ હજાર દિવડાની મહાઆરતી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૮૦-પારડી વિધાનસભા મતવિસ્તાર દ્વારા વાપીમાં ‘આશીર્વાદના દીવડા’ દીપોત્સવી અને મહા આરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ તા. ૧૭-૯-૨૦૨૬ને ગુરૂવારના રોજ સાંજે પાંચ કલાકે આ કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે વાપી જીઆઈડીસી સ્થિત શ્રી અંબાજી માતા મંદિર ખાતે આશરે ૧૫ હજાર દીવડાઓ પ્રગટાવી ભવ્ય દીપોત્સવી તથા મહા આરતીનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકા હદવિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ પારડી વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.