Damanganga Times.

Damanganga Times.

September 17, 2026

ચીખલી પંથકમાં વેડિંગ ઈન્વીટેશન (ઍપીકે) ફાઈલથી લોકોમાં ચિંતા

ચીખલી પંથકમાં વેડિંગ ઈન્વીટેશન (ઍપીકે) ફાઈલથી લોકોમાં ચિંતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૧૬ ઃ ચીખલી પંથક સહિત આજુબાજુના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ ધારકોના મોબાઈલ હેક થઈ જતા હોવાના બનાવ બની રહ્ના છે. જેમાં વેડિંગ ઇન્વિટેશન (ઍપીકે) ફાઇલ આવતી હોય જેને કોઈપણ મોબાઇલ ધારક ખોલવા જાય ઍટલે તેનો ફોન પણ હેક થઈ જઈ રહ્ના છે જેના કારણે મોબાઇલ ધારકો હવે મોબાઈલ હેક થઈ જવાના કારણે મોબાઇલ નો ઉપયોગ કરવા માટે ગભરાઈ રહ્ના છે.
ચીખલી પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે વેડિંગ ઇન્વિટેશન (ઍપીકે) ફાઈલ ઉપરથી મિત્ર વર્તુળોમાં વોટ્સઍપ મેસેજો આવી રહ્ના છે. આ મેસેજ કોઈપણ મોબાઈલ ધારક ઓપન કરવા જાય ઍટલે તે મોબાઇલ ધારકનો મોબાઈલ હેક થઈ જતો હોય છે અને તેના ગ્રુપમાં પણ આવો જ મેસેજ પાસ થઈ જતો હોય છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ ધારકોના મોબાઈલ હેક થઈ જવાની ઘટના બની રહી છે.
આવા મેસેજ આવતા હોવાની જાણ નવસારી સાઇબર ક્રાઇમને પણ થઈ રહી છે. ત્યારે આવા કોઈ મેસેજ ન ખોલવા અને તેની જાણ સાયબર ક્રાઇમને કરવા જણાવવામાં આવી રહ્નાં છે.