Damanganga Times.

Damanganga Times.

September 17, 2026

બીલીમોરાના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો

બીલીમોરાના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૬ ઃ બીલીમોરા શહેર અને આસપાસના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ના બન્યો છે. બીલીમોરા રેલ્વે ઓવરબ્રિજ, દેવસર-ગણદેવી રોડ, બીલીમોરા-ચીખલી રોડ તેમજ રેલ્વે સ્ટેશનથી ગંગા માતા મંદિર તરફ જતા રસ્તાઓ સહિતના જાહેર માર્ગો જાણે પશુઓ માટેનો તબેલો બની ગયા છે. ખાસ કરીને સાંજ પડતાં જ રસ્તા વચ્ચે પશુઓઍ જમાવેલા અડિંગાને કારણે ભયાનક ટ્રાફિક જામ સર્જાય છે અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્ના છે. હાલ પાવન ગણેશોત્સવ ચાલી રહ્ના હોવાથી માર્ગો પર ભક્તો અને લોકોની સતત અવરજવર રહે છે, છતાં આ ગંભીર સમસ્યા યથાવત્ રહેતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
     આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના જવાબદાર વહીવટી અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી આંખ આડા કાન કરી રહ્ના હોય તેવો ઘાટ સર્જાયો છે. તંત્રની નિષ્ક્રિયતા સામે શહેરીજનો અને વાહનચાલકોમાં પ્રચંડ રોષ ભભૂકી ઊઠ્યો છે. લોકોનો સમય અને જીવ જોખમમાં મુકાઈ રહ્ના હોવાથી તંત્ર તાબડતોબ ઊંઘમાંથી જાગીને રખડતા પશુઓને પાંજરે પૂરે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી ઉગ્ર લોકમાંગ ઊઠી છે.