ચીખલીમાં દારૂની લત સામે જનજાગૃતિ અભિયાન યોજાયું
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૧૬ ઃ સાઉથ ગુજરાત ઇન્ટર ગ્રુપ ઓફ આલ્કોહોલિક્સ ઍનોનિમસ, સુરત અંતર્ગત કાર્યરત ‘ઍ.ઍ. શક્તિ ગ્રુપ (ચીખલી)’ દ્વારા ચીખલી આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ ખાતે દારૂની લત સામે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઍસ. પી. દવે ઉપસ્થિત રહ્ના હતાં. ઉપરાંત કોલેજના ટ્રસ્ટી દર્શન દેસાઈ સહિત તબીબી ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમમાં ઍ.ઍ.ના સભ્યોઍ દારૂની લતમાંથી બહાર આવી દારૂમુક્ત જીવન તરફ આગળ વધવાના પોતાના અનુભવો રજૂ કર્યા હતાં. ‘૧૨ પગલાં’ આધ્યાત્મિક કાર્યક્રમ અંગે માહિતી આપી પીડિતો અને તેમના પરિવારજનોને વ્યસનમુક્તિ માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે દારૂની લતને ગંભીર સમસ્યા તરીકે સમજી પીડિતોને સહયોગ આપવા સમાજને અપીલ કરવામાં આવી હતી. ઍ.ઍ.ની સેવાઓ વિનામૂલ્યે અને સંપર્ક કરનારની ઓળખ ગુ રાખવામાં આવતી હોવાનું જણાવાયું હતું. સાઉથ ગુજરાત હેલ્પલાઈન ૯૪૨૮૦ ૬૦૦૨૦ / ૮૭૫૮૨ ૪૫૦૫૭ જાહેર કરવામાં આવી છે.
