Damanganga Times.

Damanganga Times.

September 17, 2026

ચીખલીના ખરોલીમાં બંધ ઘરમાંથી સોનુ તથા રોકડા રૂપિયા ચોરાયા

ચીખલીના ખરોલીમાં બંધ ઘરમાંથી સોનુ તથા રોકડા રૂપિયા ચોરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૬ ઃ ચીખલી તાલુકાના ખરોલી ગામે પરિવાર ધરમપુર ખાતે  સામાજિક પ્રસંગમાં ગયું અને કોઈ અજાણ્યા ચોર ઇસમે મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી પહેલા માળે મુકેલ કબાટ તોડી કબાટના ડ્રોવરમાં મુકેલ ચાંદીની નાની બંગડી બે સેટ નંગ ચાર તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૨૫૦૦૦ ની ચોરી કરી ગયાની ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના ખરોલી ગામના દેસાઈ વાડમાં રહેતા વિકાસ બળદેવસિંહ પરમાર જેઓ પરિવાર સાથે તારીખ ૧૨. ૯. ૨૬ ના રોજ ઘર બંધ કરીને સામાજિક કામ અર્થે ધરમપુર ગયા હતા જ્યાંથી આજરોજ ખરોલી ગામે આવીને જોતા ઘરનો મુખ્ય દરવાજાનું તાળું કોઈ ચોર ઇસમે કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ કબાટને વેર વિખેર કરી પહેલા માળે મુકેલ વોર્ડરોબ (કબાટ) ને કોઈ સાધન વડે તોડી નાખી કબાટના ડ્રોવરમાં મુકેલ ચાંદીની નાની બંગડી બે સેટ નંગ ચાર કિંમત રૂપિયા ૧૦,૦૦૦ તથા બે ડ્રોવર માં મુકેલ રોકડા રૂપિયા ૧૫૦૦૦ મળી કુલ રૂપિયા ૨૫.૦૦૦ હજારની ચોરી કરી ગયા હોવાનું બહાર આવતા બનાવ અંગેની ફરિયાદ વિકાસ પરમારે ચીખલી પોલીસ મથકે નોંધાવતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ આર. ઍન. વાડલે કરી રહ્ના છે.