પારડીમાં પોલીસકર્મીઅો માટે આવાસ બિલ્ડિંગ તૈયાર
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૫ ઃ ગુજરાત રાજ્યના ગ્રહ વિભાગના બાંધકામ વિભાગ દ્વારા પારડી પોલીસ મથકના પોલીસ કર્મીઓ માટે આધુનિક ૬ માળની બિલ્ડીંગ બનાવીને રહેઠાણ માટે સપ્રત કરવામાં આવતા પોલીસ કર્મીઓને ખૂબ મોટી રાહત મળી છે આધુનિક બિલ્ડીંગના ફલેટમાં દરેક સુવિધાઓ સાથે પોલીસ કર્મચારી ભાઈ બહેનો પોતાના પરિવાર સાથે ની વાસ કરી રહ્ના છે રાજ્યના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ જ્યારે હતા ત્યારે તમામ નવા પોલીસ મથક દરેક જગ્યાઍ બનાવવામાં આવ્યા હતા તમામ પોલીસ સ્ટેશન નવા બનવામાં આવ્યા છે ઍ જ રીતે પોલીસ કર્મચારીઓને રહેઠાણ માટે નવા બિલ્ડીંગ નિર્માણ તેઓ કેન્દ્રીય ગ્રામીણ મંત્રી બની જતા કરવામાં આવ્યો છે. અમિતભાઈ ગૃહ મંત્રી બન્યા બાદ પોલીસ વિભાગ માં નાગરિકો માટે ઉત્તમ સુવિધાઓ પ્રા કરાવવામાં આવી રહી છે પારડી પોલીસ મથકમાં નવા બિલ્ડીંગ સાથે નાગરિકોને ન્યાય મેળવવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ૧૧૨ નંબરની મુખ્ય ભૂમિકા છે લોકોને અતિ આધુનિક નવા કાયદાઓ સાથે સુવિધાઓ પ્રા થઈ રહી છે. પોલીસ વિભાગમાં બાંધકામની સુવિધાઓ ચોક્કસ ઉપલબ્ધ થઈ જતા પોલીસ અને પબ્લિક બંનેને ફાયદો થયો છે.
