Damanganga Times.

Damanganga Times.

September 17, 2026

વાપીના શ્રીજી મંડળોમાં નાણાં મંત્રી અને મનપાના હોદ્દેદારોઍ આરતીનો લાભ લીધો

વાપીના શ્રીજી મંડળોમાં નાણાં મંત્રી અને મનપાના હોદ્દેદારોઍ આરતીનો લાભ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી પંથકમાં વિવિધ સાર્વજનિક મંડળો દ્વારા ગણેશિત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ ભાઈ પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ સહિતના હોદ્દેદારોઍ વિવિધ મંડળીમાં જઈ આરતીનો લાભ લીધો હતો. જેમાં સુલપડ ચાલીચા રાજા મંડળ કે જ્યાંના આયોજક સ્થાનિક વોર્ડ નંબર ૧૧ના ભાજપના કાઉન્સિલર જેતલ બેન મંગેશ ભાઈ પટેલ અને તેમના પતિ માજી નગર પાલિકા કાઉસિલર મંગેશ ભાઈ પટેલ દ્વારા નાણાં મંત્રી સહિત હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ આ તમામ મહાનુભાવો દ્વારા બાપ્પાની આરતી ઉતારી સર્વે માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્નાં હતાં. ઉલ્લેખનીય છે કે અહીં આયોજકો દ્વારા ગણેશોત્સવમાં દર રોજ રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્ના છે.