અંબાજીધામમાં ફણસા હાઈસ્કૂલના ગુજરાત ઍવોર્ડી શિક્ષકનું વિશિષ્ટ સન્માન
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૫ ઃ ગુજરાત (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવોર્ડી ટીચર આયોજિત શૈક્ષણિક અધિવેશન તા. ૧૩/ ૯/ ૨૦૨૬ ના રોજ અંબાજી મુકામે યોજાયું હતું.
વર્ષ ૨૦૨૩ માં શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ પ્રા કરનાર શિક્ષકોને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર ઍવોર્ડી શિક્ષકોનું પણ સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાહતાં.
ફણસા હાઈસ્કૂલ સને-૨૦૨૩ ના ઍવોર્ડી શિક્ષક યોગેશ બી. મહેરને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રા કરેલ છે. ૩૫ મી મલેશિયા ઇન્ટરનેશનલ માસ્ટર ઍથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૩ માં-વિઘ્નદોડ અને લાંબીકૂદમાં બે બ્રોન્સ મેડલ મેળવીને ક્રિડાસાધના પારિતોષિક પ્રા કરવા બદલ યોગેશભાઈની આ ઉત્તમ સિદ્ધિઓને બિરદાવામાં આવી હતી
અને તેઓને આ અધિવેશનના મુખ્ય મહેમાન ડો. ઍમ.આઈ. જોશી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક- ગુજરાત તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ. ટ્રોફી અર્પણ કરી સાલ ઓઢાડી તેઓનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.
આ અધિવેશનમાં ઉપસ્થિત વલસાડ જિલ્લાના ઍવોર્ડી શિક્ષકોં ધનસુખભાઈ ટંડેલ, વસંતભાઈ ટંડેલ, અશરફભાઈ ચુડાસમા, મહેન્દ્રસિંહ પરમાર, ગણપતભાઈ પટેલ, વિક્રમસિંહ રાઠોડ વગેરે ઍવોર્ડી શિક્ષકોઍ વલસાડ જિલ્લાના જ ઍક ઍવોર્ડી શિક્ષક (વિશિષ્ટ બહુમાનથી સન્માનિત) નું સન્માન થતાં આનંદ અને ખુશીની લાગણી અનુભવી હતી.
