વાપી ટાઉનમાં ઍકતા મિત્ર મંડળ દ્વારા દ્વારકાની થીમ સાથે શ્રીજીની સ્થાપના કરી
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી ટાઉનના મુખ્ય બજારમાં છેલ્લા ૩૫ વર્ષથી ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરતું ઍકતા મિત્ર મંડળ આ વર્ષે પણ અનોખી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરવા સજ્જ બન્યું છે.
ઍકતા મિત્ર મંડળની સ્થાપના વર્ષ ૧૯૯૧માં કરવામાં આવી હતી. ત્યારથી મંડળ દ્વારા વાપીના મુખ્ય બજારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ખાસ વાત ઍ છે કે મંડળમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને સૌને સાથે લઈને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
છેલ્લા ત્રણ વર્ષથી મંડળ દ્વારા માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત ન રહેતા ગણેશજીની પ્રતિમાની સ્થાપના માટે વિવિધ થીમ તૈયાર કરી તેના માધ્યમથી લોકોમાં સામાજિક સંદેશ અને પર્યાવરણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ વર્ષે ઍકતા મિત્ર મંડળ દ્વારા ૮ ઝ઼ ઇફેક્ટ સાથે દ્વારકાની થીમ રજૂ કરવામાં આવી છે. આ થીમમાં દ્વારકાની ભવ્યતા અને ધાર્મિક આસ્થાને વિશેષ રીતે રજૂ કરવામાં આવી છે, જે ગણેશોત્સવ દરમિયાન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
મંડળના કાર્યકર્તાઓ દ્વારા થીમને અંતિમ ઓપ આપવામાં આવી રહ્ના છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ થીમ નિહાળવા પહોંચે તેવી સંભાવના છે.
મંડળની સ્થાપના માટેની શ્રીજીની પ્રતિમા નુ ગત ૨૯ મી ઓગસ્ટના રોજ વાપીમાં આગમન થઈ ચૂક્યું છે.
