Damanganga Times.

Damanganga Times.

September 16, 2026

બીલીમોરામાં શ્રી ગણેશજીનું ૧૧ તોલાના સોનાના હાથ અને આભૂષણોનું આકર્ષણ

બીલીમોરામાં શ્રી ગણેશજીનું ૧૧ તોલાના સોનાના હાથ અને આભૂષણોનું આકર્ષણ


બીલીમોરા, તા.૧૫ ઃ સોમવારથી ગણેશ ઉત્સવનો ઠેર ઠેર દબદબાભેર પ્રારંભ થયો છે. વિવિધ મંડળો દ્વારા શ્રીજીની આકર્ષક પ્રતિમાઅો સ્થાપી ભક્તોને આકર્ષવા માટે વિવિધ પ્રકારના ડેકોરેશન કરવામાં આવી રહ્ના છે. સાથે જ બાપ્પાની મૂર્તિઅોને ચલણી નોટોનો હાર, અવનવા ફુલહાર તથા રોશનીથી શણગાર કરવામાં આવી રહ્ના છે ત્યારે બીલીમોરા ખાતે ૧૯૮૬થી કાર્યરત બીલીમોરાના સુ-સિદ્ધ ‘સ્વસ્તિક ગણેશ મંડળ’ ખાતે ૧૧ તોલા સોનાનો હાથ, અલૌકિક સુવર્ણ આભૂષણો અને ભવ્ય ચાંદીના છત્ર સાથે વિરાજમાન વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્ના છે.