Damanganga Times.

Damanganga Times.

September 16, 2026

લવાછા ઘરફોડ ચોરીમાં ગણતરીના દિવસોમાં ૩ ઝડપાયા

લવાછા ઘરફોડ ચોરીમાં ગણતરીના દિવસોમાં ૩ ઝડપાયા


વાપી, તા.૧૫ ઃ લવાછા ગામે વાપી-સેલવાસ રોડ પર અનાજ બજાર સામે ગૌતમભાઈની ચાલમાં રહેતા સુરેન્દ્ર માનેકલાલ ચૌહાણના ઘરે તા.૧૧ સપ્ટેમ્બરે  તાળું તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના રૂ.૧,૧૭,૦૦૦, રોકડ રૂ.૧૫,૦૦૦ અને ણ્ભ્ ગેસ બાટલા નં-૨ કિ. રૂ.૪,૦૦૦ મળી કુલ રૂ.૧,૩૬,૦૦૦ની ચોરી થઈ હતી. આ અંગે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

લ્ભ્ જાડેજા તથા ઝ઼ક્કલ્ભ્  પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભ્ત્ ઍમ.ઍન. કાતરીયાઍ ટીમો બનાવી ઘ્ઘ્વ્સ્ અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ કરતા ત્રણ આરોપીઓ  વિજયબહાદુર ઉર્ફે ગુરુ શ્રીરામ સરોજ, સતિષકુમાર દિનેશ સરોજ, મનીષ ઉર્ફે આનંદ બહાદુર પાસી, તમામ રહે. લવાછા, મૂળ જૌનપુર શ્ભ્ને તા.૧૩/૦૯ના રોજ ઝડપી લીધા હતાં. તેમની પાસેથી ચોરીમાં ગયેલા દાગીના રૂ.૨૮,૦૦૦ અને રોકડ રૂ.૧૪,૫૦૦ મળી રૂ. ૪૨,૫૦૦નો મુદ્દામાલ રીકવર કરાયો છે. આરોપીઓને કપરાડા કોર્ટમાં રજૂ કરી તા.૧૬/૦૯ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.