વાપીમાં રેલ્વેના કામ માટે જે ટાઈપ રોડ બંધ કરાયો
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપીના મોટા ગરનાળા પાસે જીઆઈડીસી તરફ જતો મુખ્ય રોડ હાલ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકોમાં કન્ફ્યુઝન જોવા મળી રહ્નાં છે. પ્રા માહિતી મુજબ વાપી જે ટાઈપ નજીક કોઈ ચાલી રહેલી કામગીરીને લઈને જીઆઇડીસી તરફનો રસ્તો અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે. આ રોડ પર બેરિકેડ મૂકી અવરજવર રોકવામાં આવી છે. જેને લઈ ઉદ્યોગનગર તરફથી આવતા વાહન ચાલકો અટવાઈ રહ્ના છે. જોકે, બીજી તરફ વાપી ગીતાનગરથી મોટા ગરનાળા તરફ આવતો રોડ શરૂ છે અને વાહનોની અવરજવર યથાવત છે. વાહનચાલકોઍ ગીતાનગર થઈને અવરજવર કરવી પડી રહી છે.
તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. રોડ ક્યારે શરૂ થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યાં સુધી વાહનચાલકોઍ સાવચેતી રાખવી જરૂરી છે.
