Damanganga Times.

Damanganga Times.

September 16, 2026

વાપીથી રૂ.૫ લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

વાપીથી રૂ.૫ લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો


વાપી, તા.૧૫ ઃ વાપી ટાઉન પોલીસે તા.૧૪/૦૯/૨૦૨૬ના રોજ બાતમીના આધારે દારૂ ભરેલી મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પો નં. ઞ્થ્.૧૯.ક્ષ્.૦૪૭૭ને ઝડપી પાડ્યો હતો.

ચાલક રાહુલ રાધેશ્યામ શુક્લા તાડપત્રીમાં છુપાવી ખાખી પૂંઠાના ૭૧ બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વ્હિસ્કી અને બિયરની ટીન ૨,૫૬૮ કિંમત રૂ. ૪,૯૯,૨૦૦નો જથ્થો વગર પાસ પરમીટે ગેરકાયદે વહન કરી લઈ જતો હતો.

પોલીસે દારૂ કિ. રૂ.૫ લાખ અને મોબાઈલ, ટેમ્પો મળી કુલ રૂ.૧૦,૦૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જથ્થો ભરાવનાર લક્ષ્મી રહે.સુરત  ને વોન્ટેડ જાહેર કરી વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.