Damanganga Times.

Damanganga Times.

September 16, 2026

દમણમાં દોઢ દિવસીય ગણેશનું વિસર્જન

દમણમાં દોઢ દિવસીય ગણેશનું વિસર્જન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૫ ઃ દમણમાં દોઢ દિવસના ગણેશ ઉત્સવની ઉજવણી બાદ, ભક્તોઍ મંગળવારે ભક્તિમય વાતાવરણમાં ભગવાન ગણેશની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. ઘણા ભક્તોઍ ઘરે પાણીના ટબમાં નાની માટીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવ્યો હતો. નાની દમણ જેટી અને મોટી દમણના જેમ્પોર વિસ્તારમાં મોટી ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંજ પડતાં જ, ભક્તોઍ ગણપતિ બાપ્પાની મૂર્તિઓ સાથે નાચવાનું શરૂ કર્યું અને શેરીઓમાં ભક્તિ ગીતો ગુંજી ઉઠ્યા. ગણપતિ બાપ્પા મોરયા ના નારા બધે સંભળાયા હતાં. ભક્તોઍ પોતાના વાહનોમાં ગણપતિની મૂર્તિઓને વિસર્જન સ્થળોઍ પહોંચાડી. નદી કિનારે આરતી અને પૂજા કર્યા પછી, વહીવટીતંત્ર દ્વારા તૈનાત કરાયેલા કર્મચારીઓઍ બોટ અને ક્રેનનો ઉપયોગ કરીને નદી અને સમુદ્રના સંગમ પર મૂર્તિઓનું વિસર્જન કર્યું. વિસર્જન દરમિયાન, ભક્તોની સુરક્ષા અને ટ્રાફિક જાળવવા માટે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતો. વહીવટીતંત્રની સતર્કતાને કારણે, વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું.