વાપી મનપામાં વોટસઍપ્સથી વ્યવસાય વેરો ભરવાની સુવિધા
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યવસાય, વેપાર, રોજગાર કે ધંધો કરતા ઈસી ધારકોને વ્યવસાય વેરો સમયસર ભરવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭નો વ્યવસાય વેરો બાકી હોય તેવા કરદાતાઓઍ સપ્ટેમ્બર માસના અંત પહેલાં વેરો ભરી દેવા જણાવાયું છે. ઓક્ટોબર માસથી બાકી વેરા પર વાર્ષિક ૧૨ ટકા વ્યાજ લાગવાનું શરૂ થશે.
વાપી મહાનગરપાલિકા કમિશનર ઍન. ઍફ. ચૌધરી દ્વારા મહાનગરપાલિકાની વેબસાઇટ મારફતે ઓનલાઈન વ્યવસાય વેરો ભરવાની સુવિધા શરૂ કર્યા બાદ હવે કરદાતાઓની વધુ સરળતા માટે પ્રથમ વખત વોટ્સઍપ મારફતે વ્યવસાય વેરાનું બિલ મોકલવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. વોટ્સઍપ પર બિલ પ્રા થયા બાદ ર્ભ્ીક્ક ફંરૂ વિકલ્પ મારફતે ઍક જ ક્લિકમાં ઓનલાઈન વેરાની ચુકવણી કરી શકાય છે. આ નવી સુવિધા હેઠળ કરદાતાને વોટ્સઍપ પર જ પોતાનું બિલ પ્રા થાય છે. ઓનલાઈન પેમેન્ટ માટે નોંધણી નંબર કે મોબાઈલ નંબર અલગથી દાખલ કરવાની જરૂર રહેતી નથી. બિલમાં વેરાની સંપૂર્ણ વિગતો જોઈ શકાય છે તેમજ તેની ભ્ઝ઼જ્ પણ ડાઉનલોડ કરી શકાય છે. ર્ભ્ીક્ક ફંરૂ બટન પર ક્લિક કરી વિગતોની ચકાસણી કર્યા બાદ સુરક્ષિત રીતે ઓનલાઈન વેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના હેડક્લાર્ક રાકેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૯,૪૦૦થી વધુ વ્યવસાય વેરાના ઈસી ધારકોને વ્યાજ શરૂ થાય તે પહેલાં વોટ્સઍપ મારફતે બિલ મોકલવામાં આવ્યા છે. નવી ઓનલાઈન સુવિધાના કારણે કરદાતાઓને મહાનગરપાલિકાની કચેરી સુધી આવવાની જરૂરિયાત ઘટી છે અને ઘરેથી જ સરળતાથી વેરાની ચુકવણી કરી શકાય છે.
અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ ઈસી ધારકોઍ વ્યવસાય વેરો ભરી વ્યાજના બોજમાંથી છુટકારો મેળવ્યો છે.
મહાનગરપાલિકાના નાયબ કમિશનર કિરણસિંહ રાણાઍ જણાવ્યું હતું કે, ઈસી વ્યવસાય વેરો વ્યવસાય, વેપાર, રોજગાર કે ધંધો કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓ પર લાગુ થતો કાયદાકીય કર છે. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યવસાય કરતા તમામ ઈસી ધારકો માટે આ વેરો સમયસર ભરવો અનિવાર્ય છે. તેથી બાકીદારોને સપ્ટેમ્બર માસના અંત પહેલાં વ્યવસાય વેરો ભરી વ્યાજથી બચવા અપીલ કરવામાં આવી છે.
