વાપીમાં નોકરીમાંથી કાઢી મૂકતા કંપની પર પથ્થરમારો
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૫ ઃ વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝમાં આવેલી દામીની ઈન્ડસ્ટ્રીઝમાંથી નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઍ કંપની પર પથ્થરમારો કરી હોબાળો મચાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી જીગરભાઈ જયેશભાઈ મોરી (ઉ.૨૭, રહે. ગોકુલ વિહાર, વાપી) જીઆઈડીસી પ્લોટ નં. ૧૬૫/સી/૨ માં દામીની ઈન્ડસ્ટ્રીઝ ચલાવે છે. ગઈ કાલે ૧૪ સપ્ટેમ્બરે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે કંપનીનો સિક્યુરિટી ગાર્ડ રાજેશ્યામ ગીરીઍ જાણ કરી હતી કે, કંપનીમાંથી કાઢી મૂકેલો રોહીત પટેલ પગાર ન ચૂકવ્યાનો આક્ષેપ કરી બહાર રોડ પરથી અંદર કામ કરતા માણસો પર છૂટા પથ્થર ફેંકતો હતો.
સાંજે ૪ઃ૪૫ વાગ્યે તેણે ફરી આવી ફરિયાદીની પાર્ક કરેલી ગાડી પર પથ્થર ફેંક્યો હતો. સાંજે ૬ઃ૫૦ વાગ્યે ફરી આવતા સિક્યુરિટી અને માણસોઍ તેને પકડી પાડ્યો હતો. ત્યારે તેણે માતા-બહેન સામે ગાળો બોલી કંપની બંધ કરાવી દેવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ૧૧૨ પર કોલ કરતા પોલીસે તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, ત્યાં પણ તેણે પોલીસ સામે બોલાચાલી અને બૂમાબૂમ કરી હતી. વાપી જીઆઈડીસી પોલીસે રોહીત વન્સીભાઈ પટેલ (રહે. હાઉસિંગ ગુંજન, વાપી) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
