વલસાડમાં શેરમાં રોકાણની સાયબર ઠગાઈ ગેîગના બે ડીસાથી ઝડપાયા
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ શેરબજારમાં ઇન્સ્ટીટ્યુશનલ ટ્રેડિંગના નામે બલ્કમાં શેર ખરીદી વધુ નફો કમાવવાની લાલચ આપી વલસાડના ઍક જાગૃત નાગરિક સાથે રૂ.૧,૪૬,૭૫,૦૦૦ ની માતબર રકમની સાયબર છેતરપિંડી આચરવાના ગુનામાં વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે. આ આંતરરાજ્ય ગેંગના વધુ બે આરોપીઓને બનાસકાંઠાના ડીસા નજીક માલગઢગામેથી દબોચી લેવામાં આવ્યા છે.
વલસાડ સાઇબર ક્રાઇમમાં ઍક ફરિયાદી ખુશરુ ડાલી પેટીગરાને ભેજાબાજોઍ ઁર્ષ્ફૂશ્રદ્દત્ર્ક્ક સ્જ્ઞ્સ્ન્જ્ઞ્ંઁ સ્ત્ભ્ ઘ્જ્ઞ્શ્વણૂશ્રફૂઁ નામના વ્હોટ્સઍપ ગ્રૂપમાં ઉમેર્યા હતા. ત્યારબાદ ઁર્ષ્ફૂશ્રદ્દત્ર્ક્કત્ફ ગ્શ્વંત્ત્જ્ઞ્િઁં ભ્શ્વર્જ્ઞ્રુદ્દફૂ ન્જ્ઞ્ૃજ્ઞ્દ્દફૂફુઁ નામની બોગસ કંપની ઊભી કરી શેરબજારમાં મોટા નફાની લાલચ આપી ફરિયાદી પાસેથી તબક્કાવાર રૂ. ૧.૪૬ કરોડથી વધુ રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. ઍપ્લિકેશનમાં નકલી નફો દર્શાવ્યા બાદ જ્યારે ફરિયાદીઍ રકમ ઉપાડવા પ્રયાસ કર્યો, ત્યારે નફા પર ૧૫ „ વધારાના કમિશનની માંગણી કરી હતી. છેતરાયાનો અહેસાસ થતાં ફરિયાદીઍ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાત ડીજીપી જી.ઍસ. મલિક, સુરત રેન્જ આઈજીપી પ્રેમવીર સિંહ તથા વલસાડ ઍસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પીઆઈ ઍચ.જી. રબારી અને પીઍસઆઈ ડી.ઍસ. પટેલે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ ઍનાલિસિસ અને હ્નામન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે અગાઉ ઍક આરોપી નરેન્દ્ર માળી ને પકડ્યો હતો. તેની પૂછપરછ બાદ ફરાર થયેલા અન્ય બે આરોપીઓ ભાદરવા બીજ નિમિત્તે માલગઢ આવ્યા હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે છાપો મારી બંન આરોપીઓમાં
ભાર્ગવ નરેશભાઈ સોલંકી રહે. મામા નગર રોડ, દૂધની ડેરી સામે, માલગઢ, ડીસા, બનાસકાંઠા અને મેહુલ મહેન્દ્રભાઈ કછુઆ રહે. કાન્તી નગર, માલગઢ, ડીસા, બનાસકાંઠા જેના બેંક ખાતામાં છેતરપિંડીના રૂ. ૧૮.૭૦ લાખ જમા થયા હતા.
ફરિયાદ મળતાં જ સાયબર ટીમે તાત્કાલિક નેશનલ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી ઍકાઉન્ટ્સ ફ્રીઝ કરાવ્યા હતા, જેના પરિણામે ફરિયાદીના રૂ. ૫૩,૯૭,૭૯૭/- સલામત રીતે પરત અપાવવામાં પોલીસને સફળતા મળી છે.
પોલીસે નાગરિકોને અજાણ્યા વોટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપમાં રોકાણ ન કરવા અને ગેરંટીડ રિટર્ન આપતી લોભામણી સ્કીમોથી સાવધ રહેવા અપીલ કરી છે. સાયબર ફ્રોડનો ભોગ બનતાં જ તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ અથવા ણૂક્કણુફૂશ્વણૂશ્વજ્ઞ્ૃફૂ.િંંરુ.જ્ઞ્ઁ પર ફરિયાદ નોંધાવવા જણાવાયું છે.
