વાપી શાકભાજી માર્કેટમાં પ્રથમ વખત ગણેશોત્સવ નહીં
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૫ ઃ વાપી ટાઉન શાકભાજી માર્કેટમાં ૧૯૯૪થી શાકભાજી વેપારી મંડળ દ્વારા દર વર્ષે ધામધૂમથી ગણેશોત્સવ અને દુર્ગાપૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું. આ વર્ષે કોઈ અગમ્ય કારણોસર ગણેશોત્સવનું આયોજન કરવામાં ન આવતા રોજ શાકભાજી માર્કેટમાં આવતા હજારો લોકોમાં કુતૂહલ સાથે અનેક સવાલો ઉઠી રહ્નાં છે. જોકે આ અંગે વાપી શાકભાજી વેપારી મંડળના પ્રમુખનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.
