જિલ્લા સંઘપ્રદેશમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભક્તો દ્વારા અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દોઢ દિવસ સુધી ઘરો અને પંડાલોમાં લાડકા બાપ્પાની સેવા-અર્ચના કર્યા બાદ મંગળવારે સાંજે અંબિકા નદીના કિનારે ભક્તિભાવપૂર્વક વ
- byDamanganga Times
- 16 September, 2026
જિલ્લા સંઘપ્રદેશમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભક્તો દ્વારા અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દોઢ દિવસ સુધી ઘરો અને પંડાલોમાં લાડકા બાપ્પાની સેવા-અર્ચના કર્યા બાદ મંગળવારે સાંજે અંબિકા નદીના કિનારે ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. બીલીમોરાની અંબિકા નદીમાં હોડી દ્વારા ગણેશજીની પ્રતિમાને ઊંડે સુધી લઈ જઈ વિસર્જિત કરવામાં આવ્યું હતું.
