Damanganga Times.

Damanganga Times.

September 16, 2026

પારડી હાઈવે પર અને મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરોનો અડિંગો

પારડી હાઈવે પર અને મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરોનો અડિંગો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૫ ઃ  પારડી નેશનલ હાઇવે નં. ૪૮ પરથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્ના છે. નેશનલ હાઇવે તેમજ ગ્રામીણ વિસ્તારના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરોનું સામ્રાજય જોવા મળી રહ્નાં છેજેના કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. પારડી શહેરના મુખ્ય ચાર રસ્તા દમણી ઝાંપા મહેતા હોસ્પિટલ અને પ્રજાપતિ હોલ સામે હાઇવે પર રોજના સેંકડો પશુઓ અડિંગો જમાવીને બેસે છે આ ઉપરાંત, હાઇવેની આસપાસની ગ્રીલ-રેલિંગો તૂટેલી હાલતમાં છે, જ્યારે ગટર અને ડ્રેનેજ લાઈનના ઢાંકણાં ગાયબ છે માર્ગો પર ખાડાઓ તેમાં વળી રાત્રિના સમયે હાઈમસ્ત લાઈટો બંધ રહેતી હોવાથી અંધારામાં રસ્તા પર બેસેલા પશુઓ દેખાતા નથી જેના કારણે વાહનચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બને છે. થોડા દિવસો અગાઉ જ પારડી પર નેશનલ હાઇવે નં. ૪૮ અજાણ્યા વાહનની અડફેટે આવતાં ૨ ગૌવંશના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. આ સિવાય વાહનચાલકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના બનાવો બની ચૂક્યા છે. કરોડો રૂપિયાનો ટોલ ટેકસ વસૂલતી હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય જાળવણી અને સુરક્ષા સુવિધાઓ ન અપાતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. માત્ર નેશનલ હાઇવે જ નહીં પણ ગ્રામીણ વિસ્તારના મુખ્ય માર્ગો જેવા કે ઉમરસાડી દેસાઇવાડ તરફ જતાં સ્ટેશન રોડ પર પણ રાત્રિના સમયે ૭૦ થી ૮૦ જેટલા ઢોરો રસ્તાની વચ્ચે જ બેસી રહે છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાટે જીવનું જોખમ સમાન બની ગયો છે. જો તંત્ર દ્વારા વહેલી તકે કડક પગલાં લેવામાં નહીં આવે, તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે પશુપાલકો પણ પોતાના પશુઓનું ધ્યાન રાખે તે જરૂરી છે. દૂધ દોહી ને રખડતા છોડી મુકતા પશુ માલિકો સામે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરે તેવી બૂમ ઉઠી રહી છે.