પારડીના વેજનાથ મહાદેવ મંદિરમાં વરિષ્ઠ નાગરિકો દ્વારા ભજન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 16 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૫ ઃ પારડીમાં આવેલ વેજનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણના છેલ્લા સોમવારે વરિષ્ઠ નાગરિક મંડળ પારડી દ્વારા ભજન નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્ના હતા અને ભગવાન ભોળાનાથ તથા માતા પાર્વતી ના પવિત્ર ભજન ગાય છેલ્લા સોમવારની ઉજવણી કરી હતી અહીં વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ઍન કે દેસાઈ મંત્રી પ્રફુલભાઈ લાડ ખજાનચી જલપતભાઈ ચાંપાનેરી જયંતીભાઈ પ્રજાપતિ સાથે મંદિરના પૂજારી સંજયભાઈ રાવલ સહિત વિશાળ સંખ્યામાં વરિષ્ઠ નાગરિક મંડળીની બહેનો અને પ્રજાપતિ સમાજની બહેનો ભેગા થયા હતા અને પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભજન અને કીર્તન કર્યા હતા.
માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથના ભજન ગાયા હતા બાદમાં આરતી કરવામાં આવી હતી મંદિરના પૂજારી સંજયભાઈ રાવલ ઍ વૈદિક મંત્રો ચાર સાથે વિધિવત પૂજા કરાવી હતી અને આરતી કરાવી હતી વરિષ્ઠ નાગરિક મંડળના ભજન કીર્તનના કાર્યક્રમ થકી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યો હતો વિશાળ સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
