વલસાડ પોલીસે બે સગીરોને શોધી પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા માટે શરૂ કરાયેલા ખાસ અભિયાન મિશન મિલાપ હેઠળ વલસાડ સીટી પોલીસને મોટી સફળતા મળી છે. શાળાઍથી ગુમ થયેલા ૧૩ વર્ષના બે સગીર બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં સુરક્ષિત શોધી કાઢી પરિવારને સોંપ્યા છે.
ગત ૧૨ સપ્ટેમ્બરના રોજ બે વાલીઓઍ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં આવીને રજૂઆત કરી હતી કે, તેમના ૧૩ વર્ષના બાળકો તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ વલસાડની જી.વી.ડી. સ્કૂલ પાસે થી કહ્ના વગર ક્યાંક જતા રહ્ના છે અને હજુ સુધી ઘરે પરત આવ્યા નથી.બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ , વલસાડ જિલ્લા ઍસપી યુવરાજસિંહ જાડેજા તથા ડીવાયઍસપી ઍ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પી.આઈ. આર.ઍચ. વાળા, પી.ઍસ.આઈ. બી.ઍચ. રાઠોડ અને સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
પોલીસ ટીમે ઘટનાસ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી તેમજ હ્નામન સોર્સિસની મદદથી બાતમી મેળવી ગણતરીના કલાકોમાં બંને બાળકોને ચીખલી થી હેમખેમ શોધી કાઢ્યા હતા. બાળકોને તેમના વાલીઓ સાથે પુનઃમિલન કરાવતાં પરિવારે પોલીસનો આભાર માન્યો હતો. વલસાડ સીટી પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
