વાપીમાં રામદેવજી મંદિરે બે દિવસીય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપીના નામધા રોડ ઉપર આવેલ રામદેવ મંદિરે ભગવાન રામદેવજી મહારાજના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જન્મોત્સવ નિમિત્તે ગઈકાલે મંદિર પરિસરમાં બે દિવસ ભજન-કીર્તન અને સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ભક્તિરસમાં તરબોળ બન્યા હતા.
આ પ્રસંગે ભક્તિમય ભજનો અને સંગીતની સુરાવલીઍ મંદિર પરિસરમાં આધ્યાત્મિક માહોલ સર્જ્યો હતો. ભક્તોઍ રામદેવજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ, વાપીના ટ્રસ્ટીઓ તથા ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.
જન્મોત્સવ નિમિત્તે મંદિર ખાતે દિવસભર ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
