Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

ધરમપુરમાં શ્રીજીના આગમનથી ભક્તોમાં ઉત્સાહ

ધરમપુરમાં શ્રીજીના આગમનથી ભક્તોમાં ઉત્સાહ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૪ ઃ ગણેશોત્સવના પાવન પર્વને લઈને ધરમપુર તાલુકામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્ના છે. માછીવાડ ખાતે જય જલારામ યુવક મંડળ દ્વારા શ્રી ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરમિયાન બારસોલ ખાતે ‘બારસોલના રાજા’નું ગણેશ ભક્તો દ્વારા વાજતે-ગાજતે ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે મોટી સંખ્યામાં ભક્તો ઝૂમી ઊઠ્યા હતા.
આ ઉપરાંત ધરમપુર શહેરના સમડી ચોક, હાથીખાના, ગાર્ડન રોડ, મ્યુઝિયમ સામે, ત્રણ દરવાજા, જકાતનાકા,આસુરા ચોકડી, વાવ, મોટા બજાર, પ્રભુ ફળિયા, વાલોડ ફળિયા, દસોંદી ફળિયા સહિત આસપાસના વિસ્તારોમાં પણ આજે વાજતે-ગાજતે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશજીના આગમન અને સ્થાપન સાથે સમગ્ર ધરમપુર તાલુકો ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને ગણેશોત્સવનો ઉત્સાહ ચરમસીમાઍ પહોંચ્યો હતો.